બસ એ દિવસ જ વેલેન્ટાઇન ડે
બસ એ દિવસ જ વેલેન્ટાઇન ડે
આંખોથી આંખો મળી હતી જે દિવસે
આપણી બસ એ દિવસ જ
મારા માટે ' વેલેન્ટાઇન ડે ' છે.
મારી સામે જોઈને જે દિવસે તે
પ્રેમભર્યુ સ્મિત આખું હતું ને બસ
એ દિવસ મારા માટે ' વેલેન્ટાઇન ડે ' છે.
એકબીજાનો હાથ...હાથમાં લઈને જયારે
આપણે પ્રેમભરી વાતો કરી હતી ને
બસ એ ' દિવસ જ મારા માટે ' વેલેન્ટાઇન ડે ' છે.
14 ફેબ્રુઆરી તો બસ નામનો વેલેન્ટાઇન ડે છે. બાકી મારા માટે તો ...
જે દિવસે તે મારા પ્રેમનો સ્વીકાર કર્યો
હતો એ દિવસ જ ' વેલેન્ટાઇન ડે ' છે.

