તકલીફ મને પણ થાય છે
તકલીફ મને પણ થાય છે
કારણ વગર જયારે તું મારાથી,
રિસાઈ જઈ છે.ત્યારે,
તકલીફ મને પણ થાય છે.
વાત વાતમાં જયારે હર્ષાને,
લાવવાની વાત આવી જાય છે,
ત્યારે તકલીફ મને પણ થાય છે.
તારા હોઠ પર ત્યારે હર્ષ ને
પૂજાનું નામ આવી જાય છે,
ત્યારે તકલીફ મને પણ થાય છે.
એમ તો સહન કરી લઉં છું બધું જ હું,
પણ વાત જયારે તારાથી દુર જવાની આવી જાય છે,
ત્યારે તકલીફ મને પણ થાય છે.

