STORYMIRROR

Neeta Chavda

Others

4  

Neeta Chavda

Others

વર્ષો આગમન

વર્ષો આગમન

1 min
318

મેઘ કાળો છાયો ને કાળુ વાદળ વરસી ગ્યું

પાણી પાણી થઈને આંગણે આવી પૂછી ગ્યું,


મેઘો ગગડે વીજ ચમકારે રોશની કરી

ચમકારે ધબકારે લાગે તેજ આપી ગ્યું,


રૂખી સુખી હતી ધરા સૂર્ય તાપે તો તપતી

જ્યાં ત્યાં ડુંગર ખેતરે લીલું ઘાસ ઊગી ગ્યું,


પશુ, પંખીડા, પ્રાણીઓ, હર્ષથી રમણે ચડે

જાણે આકાશ તેનું સ્વર્ગનું સુખ રચી ગ્યું,


નદી નાળાઓ ઉભરાઈ તરબોળ તો થયા

જાણે સાગર જળ ઘર બદલી આવી ગ્યું,


મેઘો, મેઘો, બનીને વર્ષે સુખ સાગર બને

તોફાન બની વર્ષે, લાગે ધરા પર જચી ગ્યું.


સામગ્રીને રેટ આપો
લોગિન