પણ હું રહીશ તો તારી જ સાથે
પણ હું રહીશ તો તારી જ સાથે
પણ હું રહીશ તો તારી જ સાથે,
તારી 'હા' અને 'ના' મારા
માટે બંને મહત્વની છે,
તું 'ના' પાડીશ તો તારા હૃદયમાં
અકબંધ લાગણી બનીને રહીશ,
તું 'હા' પાડીશ તો તારા કપાળનું
કુમકુમ બનીને રહીશ,
પણ હું રહીશ તો તારી જ સાથે.

