બાળપણ
બાળપણ
દફતર લઈને દોડવું,
તૂટેલી ચપ્પલનું જોડવું,
નાસ્તાના ડબ્બાઓ,
શર્ટ પર સહીના ધબ્બાઓ,
ખોબે ખોબે પીવાતું પાણી,
રિસેસની વિશેષ ઉજાણી,
બેફામ રમાતા પકડ દાવ,
ઘૂંટણ એ પડતા આછા ઘાવ,
બાયોંથી લૂછતાં ચેહરા,
શેરીઓમાં અસંખ્ય ફેરાં,
ઉત્તરાયણની રાત જાગી,
પકડાયલા પતંગની ભાગી,
ભાડાંની સાયકલનાં ફેરાં,
મહોલ્લાના ઓટલા પર ડેરા,
મંજીની રેલમ છેલ,
ગીલ્લી ડંડાનો એ ખેલ,
ચાર ઠીકડી ને આટા પાટા,
લાઈટના થાંભલે ગામગપાટા,
વરસાદે ભરપૂર પલળવું,
ખુલ્લા પગે રખડવું,
બોર આમલીનાં ચટાકા,
પીઠ પર માસ્તરના ફટાકા,
બિન્દાસ ઉજવાતું વેકેશન,
નાં ટ્યુશન નાં ટેન્શન,
વાત સાચી લાગી,
કે નહિ
બધું ભૂલાઈ ગયું,
કમાણીની લ્હાયમાં !
