STORYMIRROR

Neeta Chavda

Tragedy Classics Others

4  

Neeta Chavda

Tragedy Classics Others

શું હું માત્ર વધારાની જ છું?

શું હું માત્ર વધારાની જ છું?

1 min
32

​ખુલ્લી આંખે જોયું છે મેં, તારું એ જૂઠું સ્મિત,

નવો નંબર ને નવા સ્ટેટસ, આ કેવી તારી પ્રીત?

પૂજાના નામે વાતો વહે છે, બિઝનેસના બહાના હેઠળ,

મારી સામે સત્ય છુપાવે, જાણે હું હોઉં કોઈ અજાણ.

​પરિવાર માટે સમય તારો, ને શોખ પૂરા કરવા દોડ,

ફરવા જવું ને બર્થડે ઉજવવા, ત્યાં નથી કોઈની ખોટ.

પણ જ્યારે વારો મારો આવે, ત્યારે તું કેમ બદલાઈ જાય?

મારી લાગણીની કિંમત તારા મનમાં, કેમ શૂન્ય થઈ જાય?

​આ પ્રેમ છે કે છેતરપિંડી? કે પછી ખાલી ફ્લર્ટ છે?

તારા દરેક અસત્યથી, મારા હૈયામાં મોટું હર્ટ છે.

બધાની લાગણી સમજે તું, બસ મને જ ગણે છે નકામી,

મારા પ્રેમમાં શું ખૂટ્યું? કે રહી ગઈ કોઈ ખામી?

​હવે થાકી ગઈ છું હું, આ જૂઠના ભાર નીચે દબાઈને,

શું તું ક્યારેય સાચું કહીશ, મારી સામે ઊભા રહીને?

વધારાની બનીને જીવવું, હવે મને મંજૂર નથી,

સાચો પ્રેમ હોય તો કહે, બાકી આ રમત મને મંજૂર નથી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy