થઈ જાઉં છું હતાશ
થઈ જાઉં છું હતાશ
થઈ જાઉં છું હતાશ
જ્યારે મળે છે દગો,
થઈ જાઉં છું હતાશ
જ્યારે પોતાના પોતાની સાથે પારકા જેવું વર્તન કરે છે,
થઈ જાઉં છું હતાશ
જ્યારે પ્રિય વ્યક્તિ સાથે થતી વાત થાય છે બંધ,
થઈ જાઉં છું હતાશ
જ્યારે પ્રિય વ્યક્તિ કરે છે ઝગડો,
થઈ જાઉં છું હતાશ
જ્યારે જેને મદદ કરી હોય તે બચાવવા ન આવે,
થઈ જાઉં છું હતાશ
જ્યારે ગમે તેટલું સારું કામ હોવા છતાં લાખ બૂરું સાંભળવું પડે,
થઈ જાઉં છું હતાશ
જ્યારે લોકો ઘા પર ઘા આપે છે.
