Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Akshat trivedi

Romance Others

3  

Akshat trivedi

Romance Others

અનામી કવિતા

અનામી કવિતા

1 min
353


અનુભવી જોયો છે તારો ગુસ્સો

અનુભવી જોઈ છે તારી ચિંતા !

અનુભવી જોઈ છે લાગણી

અનુભવી જોયો છે તારી આંખોમાં પ્રેમ,


હસી લઉં છું તારા મંગેતરની ફાલતુ વાતો પર

હસી લઉં છું તારા મસ્ત જોક્સ પર ! 

હસી લઉં છું તારા ચહેરા પર

હસી લઉં છું તારી મુસ્કાન પર ! 


હું છું તારી જેમ મૂડ ચેઈન્જર

મૂડ તારો બદલાય તો મારો પણ બદલાય ! 

જે તને અનુભવાય તે મને અનુભવાય

થઈ ગયો છે એક આત્મીય સંબંધ !


તારી યાદોમાં કેટલી રાતો રડયો છું

ભૂલ તો હતી માત્ર મારી !

પણ અનુભવાતું દુઃખ બંને દિલને

જાણે હોઈએ આપણે બંને એક ! 


થઈ ગઈ છે આપણાં બંને વચ્ચે એટલી આત્મીયતા 

કે રહેવાતું નથી એકબીજા વિના ! 

ટોમ એન્ડ જેરી જેવા થતાં ઝગડા 

તો પણ મળવા આવતા એકબીજાને ! 


તારી સામે લાગણી કરવી છે આઝાદ 

પણ હું રહું છું મૌન ! 

સમય પણ આપણી હારે હાલે છે 

એક દિ તને બેઠી બજારે ઉપાડી જઈશ ! 


તારા જેવી ગોરી છે લાખમાં એક 

ઊભી બજારે પણ જોતા તું ચમકી જાય !

ક્યાંક તો તું બેઠી હોય રેતીમાં તો ક્યાંક ઘાસમાં 

તારું વર્ણન કરવું છે સૌથી અશક્ય કાર્ય !


Rate this content
Log in

Similar gujarati poem from Romance