STORYMIRROR

Akshat trivedi

Tragedy Others

3  

Akshat trivedi

Tragedy Others

જીવનનો અંત

જીવનનો અંત

1 min
219

જીવન શરૂ થયું ત્યાંથી શરૂ થયો હતો જીવનનો અંત

પણ હું કાયમ કોઈને કોઈ આશાએ ભાગતો રહ્યો,


હમેશાં મહેનત કરતો રહ્યો ને પોતે પરિણામ ભોગવતો રહ્યો

કાયમ સારા કામ કરીને પણ ખરું ખોટું સાંભળતો રહ્યો

હંમેશા પોતાની જાતને ઘસતો રહ્યો લોકો માટે હીરાની જેમ


પણ લોકોને ન થઈ કદાચ મારી કદર ને આજે છું હું એકલો

હંમેશા બધાને કરતો રહ્યો મદદ પણ કોઈએ ન કરી મારી મદદ,


બધાને સહારો આપતો રહ્યો અને ન બન્યું મારો કોઈ સહારો,

બધાને પ્રેમ કરતો રહ્યો પણ કોઈએ ન કર્યો મને પ્રેમ,


બધા માટે રડતો રહ્યો પણ કોઈએ મારા માટે ન પાડયા બે આંસુ,

મેં બધાને ન ફેંક્યા અને બધાએ મને ફેંકી દીધો,


અથડાઈ, કૂટાઈ ને થવાનો છે આખરે જીવનનો અંત

તો શા માટે રાખો છો કોઈ માટે લાગણી,


બની જાઓ નિષ્ઠુર અને જીવો એકલા ને રહો મોજમાં 

આખરે થવાનો છે એક દિવસ જીવનનો અંત.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy