Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Akshat trivedi

Tragedy Inspirational Others

4  

Akshat trivedi

Tragedy Inspirational Others

શું આ છે ભારત દેશનો અણઘડ સમાજ

શું આ છે ભારત દેશનો અણઘડ સમાજ

2 mins
485


શું આ છે ભારત દેશનો અણઘડ સમાજ ? 

ધર્મ માટે લડવા જશે પણ સ્ત્રીના રેપ પર લડવા નહીં આવે પણ આબરૂના ધજાગરા ઊડી જવાના ડરે સ્ત્રીના લગ્ન કરાવી દેશે. 

શું આ છે ભારત દેશનો અણઘડ સમાજ.. 


સ્ત્રીને માટે ઘણા રૂપિયા અને સોનું ભેગું કરશે પણ વાપરશે સ્ત્રીના લગ્નમાં દેખાડો કરવા કે અમે બહુ દહેજ આપ્યું.. 

શું આ છે ભારત દેશનો અણઘડ સમાજ.. 


સ્ત્રીને કોઈ દિવસ વધુ ભણવા નહીં દે અને સ્ત્રી કહેશે તો ના પાડી દેશે ને કહેશે કે સ્ત્રી તો સાસરે ઘરકામ કરતી જ સારી.. 

શું આ છે ભારત દેશનો અણઘડ સમાજ.. 


સ્ત્રીને કોઈ દિવસ તેના દોસ્ત સાથે પિકચર જોવા ન જવા દે અને કહેશે કે સ્ત્રી તો ઘરે બેઠેલી જ સારી. બહાર જાય તો છકી જાય.. 

શું આ છે ભારત દેશનો અણઘડ સમાજ.. 


સ્ત્રીને કોઈ દિવસ તેની પસંદનું કામ નહીં કરવા દો અને કહેશો કે સ્ત્રી માપમાં રહે તે જ સારી નહીં તો રાંડ કહેવાય.. 

શું આ છે ભારત દેશનો અણઘડ સમાજ.. 


સ્ત્રીને એની પસંદગીના ટૂંકા કપડાં નહીં પહેરવા દો અને કહેશો કે સ્ત્રીએ ઘૂંઘટ તાણી ફરવાનું નહીં તો બીજા લોકો ખરાબ નજર રાખે.. 

શું આ છે ભારત દેશનો અણઘડ સમાજ.. 


સ્ત્રીને તેના મનગમતા સાથી સાથે લવ મેરેજ નહીં કરવા દો પણ કોઈ ગમે તેવા માણસ સાથે મેરેજ કરાવી દેશો.. 

શું આ છે ભારત દેશનો અણઘડ સમાજ.. 


ધર્મ માટે એક શબ્દ બોલાય તો પણ રસ્તા પર ઉતરી આવો છો 

અને સ્ત્રી માટે એક ગંદી કોમેન્ટ થાય તો ઘરમાં ભરાઈ જાઓ છો.. 

શું આ છે ભારત દેશનો અણઘડ સમાજ.. 


ધર્મ માટે લડવા ઉતરી જશો પણ કોઈ સ્ત્રી પર રેપ થશે ત્યારે ઘરમાં બેસી જશો ને સ્ત્રીને કહેશો કે આવું બધું તો ચાલ્યા કરે.. 

શું આ છે ભારત દેશનો અણઘડ સમાજ.. 


લવ મેરેજમાં ઝગડા થાય તો કહેશો કે અમે તમને પહેલેથી કીધું હતું અને એરેન્જ મેરેજમાં ઝગડા થાય તો શું કહેશો કે એડજસ્ટ કરી લેવાનું.. 

શું આ છે ભારત દેશનો અણઘડ સમાજ.. 


સ્ત્રી સશક્તિકરણની ગુલબાંગ પોકારશો અને પોતાના ઘરમાં પત્ની સાથે ખરાબ વ્યવહાર કરશો. 

શું આ છે ભારત દેશનો અણઘડ સમાજ.. 


દીકરાને વંશ વધારવા હોંશે હોંશે સ્વાગત કરશો અને પાંચ પાંચ દીકરીને ગર્ભમાં મારી નાખો. 

શું આ છે ભારત દેશનો અણઘડ સમાજ.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy