ચા અને ભજીયા
ચા અને ભજીયા
આ છે પ્રેમની મોસમ
પ્રેમની મોસમ ખીલી ઊઠી છે સદાબહાર,
વર્ષાઋતુ તો છે પ્રેમની ઋતુ
વરસાદની બુંદ સાથે પણ અમને થઈ જાય છે પ્રેમ,
તો સાહેબ, છોકરીઓની શી વાત કરો છો,
અરે, આ મોસમ છે પ્રેમ વ્યકત કરવાની,
તો કરી લો પ્રેમ દિલ ખોલીને સાથી જોડે,
આવા પળ આવે છે બહુ ઓછા
વીતેલી પળો માણી શકતા નથી,
પણ પોતાના પ્રેમ સાથેની પહેલા વરસાદની મસ્તી
તેની વાત તો છે કૈંક ઓર.
જીવ ભરીને કરી લો આ મોસમમાં પ્રેમ
પછી તો તે પળો આવે ન આવે પણ આવશે ખરી,
પણ જોવી પડશે તેના માટે મહિનાઓ રાહ
વરસાદ અને પ્રેમ જીવ ભરીને માણી લો સાથે,
પ્રેમની મોસમમાં બંને સાથે માણવાનો આનંદ છે અનેરો
ચાની લારી પર એક ડિશ ભજીયા અને બે કપ મસાલેદાર ચા,
માણો પોતાના પ્રેમ અને વરસાદ સાથે જીવ ભરીને
પછી તો મારા વ્હાલા ચા અને ભજીયા સાથે પણ થશે પ્રેમ.

