આત્મહત્યા
આત્મહત્યા
જુઓ કુદરતી મૃત્યુની રાહ
આત્મહત્યા કરવાથી નથી વળતું કઈ,
સમસ્યા રહે છે ત્યાંની ત્યાં જ
છે આત્મહત્યા કાયર લોકોની નિશાની,
એક પાછળ મરે છે અનેક લોકો ને થાય છે પરિવારનો નાશ
હસતો પરિવાર વીખરાઈ જાય છે છ અક્ષરી શબ્દ સામે,
આત્મહત્યા કરવાથી ક્યાં કોઈ સમસ્યા થઈ છે અદ્રશ્ય
જાય છે માણસ ઉપર ને સમસ્યા રહે છે ઠેરની ઠેર,
કરવો પડે સામનો હિંમત રાખીને
એકજૂટ થઈને લડત આપી દો,
તો થાય છે સમસ્યાનું મૃત્યુ ને
બચે છે એક હસતો પરિવાર.
