વ્યસ્ત જીવન
વ્યસ્ત જીવન
વાત વ્યસ્તતાની હું તમને શું કરું ?
જાતને ફંફોસવાની વાત સાવ વિસરાઈ ગઈ.
હાથ, પગ, આંખ, કાન ને મગજ શબ ને પણ હોય છે,
પ્રાણ પૂર્યો ઈશ્વરે એ વાત સાવ વિસરાઈ ગઈ.
દોડ્યાં કરો નિશદિન સહું બે ચાર ફદિયા પામવા,
જાત સાથે જીવવાની વાત સાવ વિસરાઈ ગઈ.
વાંચ્યા કરો, વાંચ્યા કરો સહુ વેદને વાંચ્યા કરો,
પણ હૃદયમાં સ્થાપવાની વાત સાવ વિસરાઈ ગઈ.
