ફાની હેત
ફાની હેત
1 min
261
હોય દુવા તો ચાલે લાંબો સમય,
સાવ ટૂંકી અસર દવાની હોય છે,
હવે વર્ષા ને તોય મનથી કોરા,
એક ઉંમર ભીંજાવાની હોય છે,
ચાલ્યા ગયા ને ઝંખ્યા કરે સતત,
વાત મનને મારવાની હોય છે,
ઊભરો હૈયેથી ના'વે આંખો સુધી,
સમજી લો એ હેત ફાની હોય છે.
