ખબર પડે
ખબર પડે
આમ હવામાં વાતો કરવાથી કંઈ ન વળે,
જમીનથી જોડાઈને કામ કરો તો ખબર પડે ?
આપ સારા અને આપ નરસા એવું કહ્યા કરો છો બધાને
કો'કવાર પોતાની જાતનેય ખળો તો ખબર પડે ?
આમ હા માં હા શું કર્યા કરો છો હર વખત,
ના નહીં જ થાય એવી ના ભણો તો ખબર પડે ?
જાહોજલાલીમાં જલસા કરો એ તો સમજયા હવે,
એક સાંધો તેર તૂટે તોય હસતા રહો તો ખબર પડે ?
