STORYMIRROR

Chanda Bajania

Inspirational

3  

Chanda Bajania

Inspirational

પ્રકૃતિ

પ્રકૃતિ

1 min
312

 હે માનવી પ્રકૃતિ પાસેથી કંઈક શીખ,

નહિતર શ્વાસોની ય માંગવી પડશે ભીખ.

ઝાડ ખસેડીને જગ્યા કરી તે,

ને કરી ઈમારતોની હાર.

તારા નિજ સ્વાર્થે ઓ મૂરખ માનવી,

પ્રાણવાયુ થયો છે લાચાર.

ક્યાંક એવું ના થાય કે તારે એવુંય કહેવું પડે,

ઓ ભાઈ મારા ઓકિસજન આપોને જરીક !

દરિયાને દોજખ બનાવ્યો તે,

વહાવી દુષિત પાણીની બોછાર.

તારા નિજ સ્વાર્થે ઓ મૂરખ માનવી,

જળચર બન્યા છે શિકાર.

ક્યાંક એવું ના થાય તારે એવુંય કહેવું પડે,

ઓ ભાઈ ઓક્સિજન આપોને જરીક !

હવે પ્રકૃતિ પાસેથી કંઈક શીખ !!!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational