ઘડપણ
ઘડપણ
એમ ના કહીએ કે દિવસ આથમે છે,
એમ કહીએ કે સંધ્યા ખીલી રહી છે,
એમ ના કહીએ કે ઘડપણ આવ્યું છે,
એમ કહીએ કે બાળપણ જન્મી રહ્યું છે,
એમ ના કહીએ કે વધતી ઉંમરનો પ્રેમ છે,
એમ કહીએ કે પાકટ પ્રણય પાંગર્યો છે,
એમ ના કહીએ કે આથમતી વયની ઈચ્છા છે,
એમ કહીએ કે સંતોષનો સમય હવે ઓછો છે,
એમ ના કહીએ કે આ ઉંમરે ચેનચાળા કરો છો,
એમ કહીએ કે જીવવા સાટું "રોમાન્સ" કરે છે !
