Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Parag Pandya

Romance

3  

Parag Pandya

Romance

યાદો

યાદો

1 min
159

રડ્યાં હતાં એ બધી સ્મૃતિઓ પર આવે છે હસવું આજે, 

ને કમાલ, હસ્યાં હતાં એ યાદો પર આવે છે રડવું આજે !

યાદોનું પણ આ ચા જેવું છે ગરમ-ગરમ દઝાડી જાય છે, 

ને ઠંડી હોય તો લાગે બેસ્વાદ, હૂંફાળી ચૂસ્કી તો શું કહેવું ?

એક પ્રભાતે મેં ખોલી'તી ખીડકી તાજા સમીરની મહેક માટે, 

ખબર નહોતી ઘૂસી જશે તારી યાદોનું વંટોળ ઘરમાં અચાનક !

કહેવાય નહીં, રહેવાય નહીં, સહેવાય નહીં સવાર પડે છે તો, 

તારી યાદથી, હજી તો શમણે આવજો નથી કહ્યું ને ફરી યાદ !

માનું છું કે રોજ આપણે નથી મળતા કે નથી કરતા વાત પણ,

એટલે એવું થોડું માની લેવાય કે અમે યાદ પણ નથી કરતાં !

રંજોગમ તો રહે જ છે તેં આપેલી યાતનાઓનો, તડપાવે છે, 

"યાદ" બની, પણ દુઃખ તો મનનાં મંથનનું છે તારો ક્યાં વાંક ?

Rate this content
Log in

Similar gujarati poem from Romance