તારો સાથ મારો સહારો
તારો સાથ મારો સહારો
ન હો નયન પણ સાથ તારો ભારી છે,
પછી હો આંધી તોફાન લડવાની તૈયારી છે,
હું ડગ ભરું એમાં ભરોસો એક તારો છે,
અવિરત યાતનામાં તુજ એક મારો છે,
નથી કોઈ હોશ હવે બસ તુજ સહારો છે,
તારા ખભે હાથ મૂકી ચાલવું બસ મારે છે,
તુજ આંખે જોઉં હું દુનિયા,
તારી આંખે જ નિહાળવી આ દુનિયા છે,
તુજ સાથ વિના આ દુનિયા શું કામની,
તને પામીને મને મળ્યો કિનારો છે.
