જીવનની મઝધારે
જીવનની મઝધારે

1 min

269
જીવનની મઝધારમાં હાલક-ડોલક નાવ મારી,
જીવનની મઝધારમાં તારો સાથ એ જ આશ મારી,
તુજ આશરો લઈ હંકારુ નાવ મારી,
ઈશ તુજનામ વિના નથી કોઈ હિતકારી,
જીવનના આ ધમધમતા પ્રવાહમાં તું સૌ પર ભારી,.
તારા નામનો લઈ આશરો હુ લઉં જીવન વિસ્તારી,
કરી સારા કામ મળે સમય તો લઉં જીવન સુધારી,
બસ હવે લઈ તારું નામ પામુ તુજને જીવન ગુજારી,
કરી લઉં પાપોનો પસ્તાવો, માંગી લઉં માફી દામન પ્રસારી,
હે ઈશ્વર તુજ નામનો માર્ગ લઈ બનું બસ તારો પૂંજારી.