પુસ્તકની પાંખે
પુસ્તકની પાંખે

1 min

394
પુસ્તકની પાંખે બેસી ભરી ઊંચી ઉડાન,
શબ્દોના સથવારે મળ્યો કલ્પનાનો દોર,
જ્ઞાનની ક્ષિતિજો ખૂલી, ખૂલ્યો જ્ઞાનનો ભંડાર,
પુસ્તક તણી મિત્રતાથી મન થયું વિશાળ,
પુસ્તક તણો મિત્ર કદી ન એકલો છોડે,
હોય સદા સાથે અને આપે નવો વિચાર,
મનની ચંચળતાને સ્થિર કરી વધારે મનનો વ્યાપ,
પુસ્તક જેવો મિત્ર મળે કયાંય ન શોધે જડે,
વિહરે મન પુસ્તકની પાંખે કરે ઘણો વિચાર,
આખી દુનિયા જોયાનો થાય આનંદ અપાર,
પુસ્તક જ્ઞાનનો દરિયો, ડૂબકી મારે એ મેળવે મોતી,
પુસ્તક આપે જે જ્ઞાન એથી બને જીવન ધન્ય.