વિયોગ
વિયોગ

1 min

254
મળ્યા પણ થયા ન એક કેવો હતો સંયોગ,
જીવનભર રહ્યો તારાથી મારો વિયોગ,
રડાવી આંખોને દુઃખી કર્યો કેવો બન્યો સંજોગ,
મળ્યો ન પ્રેમ તારો આ દિલને રહ્યો તારો વિયોગ,
નથી ખબર ફરી મળશું કે નહી ક્યારે બનશે એવા સંજોગ,
દિલ ભરીને જોઈશ તને ન રહે દિલને કોઈ ભોગ,
રડતી રહી આંખો રડતું રહ્યું દિલ લાગ્યો કયો રોગ,
પ્રેમ કરીને કોઈને ન આપે ભગવાન કોઈને આ વિયોગ.