ન ભૂલો એ માવતરને
ન ભૂલો એ માવતરને

1 min

325
ન ભૂલો એ માવતરને જેણે કર્યું તમારું ઘડતર,
ઉપકાર એના ઘણાં જેણે આપ્યું આ જીવતર,
આપો એમને સહારો, રાખો એમને માનભર,
તમારી કાળજી રાખવા જેમણે ખર્ચ્યું જીવતર,
આપો એમને ખુશી અપાર જેણે કર્યા પગભર,
નહીં ચૂકવી શકો ઉપકાર ટૂંકું પડશે જીવતર,
દુઃખ વેઠયા હજાર જેથી થાય તમારું ભણતર,
આપી એમનું જીવન કર્યું તમારા જીવનનું ચણતર,
કામ કરો એવા કે થાય ન દુઃખી એ માવતર,
આશિષ મળશે અપાર ધન્ય થશે જીવતર.