કારણ ન પૂછતી
કારણ ન પૂછતી

1 min

169
આમ જો રસ્તે મળી ચડીએ તો કારણ ન પૂછતી
અમસ્તા કદાચ રડી પડીએ તો કારણ ન પૂછતી,
અદાથી તારી મરી જઈએ તો મારણ ન પૂછતી,
હૈયે તારા આમ વસી જઈએ તો ભારણ ન પૂછતી,
જોઈ તને આ હોઠ હસી પડે તો કારણ ન પૂછતી,
થાય સવાલ મારા અસ્તિત્વનો તો તારણ ન પૂછતી,
જો હાથોમાં મળે મારો હાથ તો પાછો ન ઠેલતી,
રહે ન જો આ હાથોમાં હાથ તો સાથ ન છોડતી,
ખુદથી ખોવાયેલ છે આ વિજય,
જો મળે તને તો એને કારણ ન પૂછતી.