ચાલને રંગો સાથે રમી લઈએ
ચાલને રંગો સાથે રમી લઈએ

1 min

275
ચાલને આજ રંગો સાથે રમી લઈએ,
ભૂલીને બધું ચાલને ફરી બાળપણ માણી લઈએ,
આ રંગોની દુનિયા છે કેવી નિરાળી,
ચાલને આ રંગોમાં મનભરી આળોટી લઈએ,
નિર્દોષ હાસ્ય સાથે મસ્તી મજાક કરી લઈએ,
મનની મોટપ છોડી ચાલને ફરી નાના બની જઈએ,
રંગો શીખવે છે આ દુનિયા રંગીન,
ચાલને આ રંગીન દુનિયાને મનભરી માણી લઈએ.