શબ્દ
શબ્દ


પહેલાં પચ્ચીસ હતા, અને હવે પચાસ છે,
તારી યાદમાં લખેલ દરેક શબ્દ ખાસ છે.
લઈ કાગળ, કલમ લખવાં બેસુ જયારે,
લાગે જાણે તું અહી મારી આસ-પાસ છે.
ભલે, તું ના ક્હે પણ ખબર પડે છે મને,
હસે તો છે તું, પણ તું ખરેખર ઉદાસ છે.
દરિયો નદી કરતાં વધારે સમાવી લે છે,
એટલે તો પાણીમાં એના ખારાશ છે.
વર્ષો પછી મળો, તો આંખો થી ઓળખજો.
હવે એમાં રહેવાની આટલી જ ભીનાશ છે.