STORYMIRROR

Chirag Padhya

Inspirational Romance

3  

Chirag Padhya

Inspirational Romance

કલમ

કલમ

1 min
29.2K


વિચારોમાં તાજગી આવી ગઈ,

લખાણમાં બંદગી આવી ગઈ.


પંક્તિ શું લખી આપની યાદોમાં,

કલમમાં રોશની આવી ગઈ.


કલ્પનામાં ઉડાન આવી ગઈ,

રચનાઓમાં જાન આવી ગઈ.


શબ્દને ગોઠવ્યા અહીંતહીં,

કલમમાં રોશની આવી ગઈ.


આંખોમાં ચમકાટ આવી ગઈ,

ચહેરા પર મુસ્કાન આવી ગઇ.


લખી જ્યારે કવિતા તારા નામે,

કલમમાં રોશની આવી ગઈ.


ચિરાગમાં સાદગી આવી ગઈ,

જિંદગીમાં ચાંદની આવી ગઈ.


લાગી નામ સાથે કવીની ઉપમા,

કલમ માં રોશની આવી ગઈ...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational