એક રાત
એક રાત


જિંદગીની એ પહેલી રાત યાદ આવી ગઈ,
જયારે તું એ રાતોમાં મારી સમીપ આવી ગઈ.
લૂંટાવી દીધી શર્મ એકમેકથી આપણે,
આવ્યા સમીપ કે તારો ચૂંદડી વચ્ચે આવી ગઈ.
ઉતાર્યા મેં આભૂષણ એ હુસ્નથી,
ન રહી શર્મ હવે એકમેક ને જ્યાં પગની પાયલ રહી ગઈ.
બસ એકજ વાત યાદ રહી ગઈ ,
તારી ને મારી મુલાકાત યાદ રહી ગઈ.
તલ્લીન થયા આપણે એ રાતમાં,
તારા ને મારા મિલનની રાત યાદગાર રહી ગઈ.
રહી બાહોમાં તારી જુમ્યો હું એ પળમાં,
એ ક્ષણ મને યાદગાર રહી ગઈ.