STORYMIRROR

Mayank Patel

Drama Fantasy Romance

3  

Mayank Patel

Drama Fantasy Romance

એક પળનો સાથ

એક પળનો સાથ

1 min
13.9K


જીવવા ઇચ્છું હવે ક્ષણિક આનંદમાં,

તું મળે મને તો તરવું છે હવામાં,


શ્વાસ બનીને વહેવું છે તુજમાં,

બાહોમાં તને રાખી ઝુમવું છે ગગનમાં,


નયનો ઢાળી શરમાવું આ પળોમાં,

ફૂલોનો શણગાર ઉતારૂં રાતની પળમાં,


સંધ્યાની જેમ સમાવું મુજને ક્ષિતિજમાં,

ડૂબી જાય મદહોશ કરી મને એ શરમમાં,


ને તોય ન ઢળે એ મારી લાગણીમાં,

હું રડ્યા કરું રોજ એની યાદોમાં,


બસ એથી જ હું જીવું છું આ એકલતામાં,

એ બસ ખુશ રહે સદાય એનાં જીવનમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Drama