પગરવ
પગરવ
તારાં જ રૂપરંગ જોયાં છે તને તારાં કરતાં વધારે જોઈ છે,
તારી જ આંખોમાં ખોવાઇને મેં આ મારી જાતને જોઇ છે,
પાનખરમાં પણ મેં તને ખીલતી કળી જોઈ છે,
વૈશાખની ભરબપોરમાં મે તને વરસતા જોઇ છે,
ખાલી બાહોમાં હાથમાં હાથ નાખી મને યાદ કરતી જોઈ છે,
વગર પીધે એ નશો ચડાવતી મને ઘાયલ કરતી જોઇ છે,
અધૂરી રાતોમાં અંગડાઈ લેતી તને જોઈ છે,
રુપની ચાદર ઓઢીને મેં સ્વપ્ને મહાલતી જોઇ છે,
હદયનાં દરેક ધબકારે મારાં નામે તને જોઈ છે,
ઝિંદગીનાં દરેક પગરવે મારી સંગાથે તને મેં જોઇ છે.

