તારા વગર
તારા વગર

1 min

14K
એકલતા અનુભવાય છે તારા વગર,
હ્દયનું દર્દ પણ ઘેરાય છે તારા વગર.
શું કરું હવે, નથી સમજાતું તારા વગર,
મંદ મંદ શ્વાસ ચાલે હવે તારા વગર.
જીવન છે, પણ જીવંત નથી તારા વગર,
જીવું તો શું ! પણ , જીવાય નહીં તારા વગર.
આ સમય અખૂટ લાગે મને તારા વગર,
તું આવી જા તો ના રહું હું તારા વગર .
એકલવાયું પંખી બન્યું છું હું તારા વગર,
ઉડવા ના ઈચ્છું બસ હવે હું તારા વગર.
વેરાન બની છે આ જિંદગી તારા વગર,
ગઝલ મારી એકલી પડી તારા વગર.