STORYMIRROR

Mayank Patel

Romance

0.4  

Mayank Patel

Romance

તું અને હું

તું અને હું

1 min
13.2K


તું નહિ મળે તો હું ક્યાં તને શોધીશ,

એકલા આ જીવનનો સાથ ક્યાં શોધીશ.


હવે માગી લીધી છે તને ખુદાના દરબારથી,

પ્રેમની પહેલી પ્રીત હું ક્યાં શોધીશ.


તું આવી જા, એ જ કહું છું ક્યારથી,

તારા વગર ની જિંદગીને હું ક્યાં શોધીશ.


વ્હાલ કરું તને હું એ ક્ષણ શોધું ઘણા દિવસથી,

આકાશના ખરતા તારામાં તને ક્યાં શોધીશ.


જીવી લઇએ હું અને તું ખાસ પળો આપણી,

જિંદગીના અંત પછી તું મને કેમ શોધીશ.


નહિ મારવા દઉં તને એકલી,

તારા વગર હું ખુદને ક્યાં શોધીશ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance