તારો સાથ
તારો સાથ


થાય જીવવાની ઈચ્છા તારા જોડે,
જો તુ થામે હાથ જીવનભર માટે.
જો તુ ચાલી શકે મારી જોડે,
તારી સાથે ચાલુ નીકળું બસ નીરખતી વાતે.
જો તુ સોનેરી સવારે લઈને આવે મારી જોડે,
હું સંધ્યાના રંગો રાખું તારી માટે.
હોય જો ભરોસો તને મારા જોડે,
તો મધુર મીઠું સંભારણું આપીયે જગત માટે.
હશે લાખનું ઘરેણું તારી જોડે,
પણ એક હાસ્યનું ઘરેણું હું રાખું તારા માટે.
જો થોડોક સમય હોય તારા જોડે,
તો આ રાહને પણ રાહ જોવડાવું તારા માટે.
જો હશે જિંદગીમાં સાથ તારા જોડે,
તો શ્વાસને પણ રોકીશ તારા માટે.