તારી છબી
તારી છબી


તું આવ તને મારા હદયમાં વસવાટ આપું,
તું આવ તને મારા જીવનમાં સાથ આપું.
ગુલાબના બગીચા જેવું છે હ્દય મારું,
તું પતંગિયું થઇ ને આવ તને રસ આપું.
અહીં તો અત્તરથી પણ મધુર છે સુગંધ,
તું આવ તો ખરી તને હ્દય નું જામ આપું.
રહેવું છે મારે તારા જ હદયમાં,
પણ તું કહે તો ઘર બાંધવા જગા આપું.
દિલની દીવાલો ઉપર લખ્યું છે નામ તારું,
તું રજા તો આપ મારા અંતરમાં તારી છબી આપું.
આમ જ ચાહ્યા કરું તને એક તારા ની જેમ,
એ ચમકતા તારલાને ચંદ્રનો સહારો આપું.