વિરહનો દુઃશાસન
વિરહનો દુઃશાસન

1 min

13.8K
મારા દિલની ધરા જો થઇ આ તરસી
હવે તો મેઘ થઈ જટ તું જા વરસી
ઊત્તાપ અંતરનો વધી ગયો છે અતિ
ચીસો પાડી રહી રુદિયાની આ ધરતી
એક આશ એક ટકટકી જન્મોથી તારી
હવે તો શ્વાસો મારી પણ આ સરકી
આ કાળ બન્યો કાળ તારા વગર જો
યુગ વિતે એમ એક પળ આ સરકતી
એક સંદેશ તો મોકલી આપ હવે તું
જો ને આરઝુઓની લાશ આ તરતી
એક વદન શ્યામ બન્યું પ્રેરણા મારી
તુજ દરશની ઉપડી છે જો આ ભરતી
આંખોમાં ચમકે વીજ એક ઇંતજારની
કાન દઈ સુણ લાગણીઓ આ ગરજી
વિરહનો દુઃશાસન વેરી બન્યો કેવો આ
ઈચ્છા જ ઈચ્છાઓના ચિર આ હરતી
એક "પરમ" આશ તુજ મિલનની મને
એટલે જ "પાગલ" દર દર હું આ ફરતી