ભીતરનો અંગારો
ભીતરનો અંગારો

1 min

13.5K
એક ઉમળકા પછી ઢીલા થયાં બધાં જ ધબકારો,
પડી ગયો ટાઢો હવે ભીતરનો સળગતો અંગારો.
જેવી આગ લાગી ભીતર એવી જ તરત ઓલવાઈ,
હવે રાખમાં કેમ ફંફોળું એની પ્રીતનો વરતારો.
ગયો એળે આ જન્મ મારો એક એની જ તલાશમાં,
લઈ આજીવન અમે અમારા જ એકાંતનો સહારો.
એ આવ્યા એ આવશે લઈને આવી જૂઠી એક આશ,
એક યુગ જેવડો થયો છે અમારી આંખોનો પલકારો.
ગલીઓ ગોકુળની ઉદાસ ને જમના લાગે ખારી ઝેર,
રાસ ન આવતો રુદિયાને જ રૂદિયાનો ધબકારો.
એક "પરમ" આશ પલી રહી અંતરે તુજ મિલનની,
"પાગલ" ક્યાં ગયા તારા બધા જ કોલ ને કરારો.