દર્દની દવા
દર્દની દવા

1 min

13.5K
પ્રેમ જ્યારે થાય છે એવી ખુમારી હોય છે,
હર દિલે સૌના પછી એની સવારી હોય છે.
એ કરે છે પ્રેમ એવો,મારનારી હોય છે,
દર્દમાં એની દવાઓ તારનારી હોય છે.
પ્રેમમાં તો દર્દ પોતે છે દવાઓ દર્દની,
એટલે એ જિંદગી ને જીવનારી હોય છે.
એમ તો તારા વગર જે જિંદગાની હોય છે,
હર વખત એ જિંદગી ઘાતક શિકારી હોય છે.
દર્દ જ્યાં લગ પ્રેમમાં છે ત્યાં સુધી છે જિંદગી,
જિંદગી પીડા વગરની મારનારી હોય છે.