મૌસમ
મૌસમ


આ વરસાદની મૌસમ ને ટીપું પડે ચીર પર,
મોરલાઓ નાચે ને સ્મિત આવે તારા ચેહરા પર.
આ ભીની માટીની સુગંધ રેલાગ શ્વાસ પર,
ને ટીપે ટીપે અવાજ થાય તારા પાયલ પર,
આભ જાણે વરસી રહ્યા છેં ધારાના સપાટ પર,
જાણે કોઈ પ્રિયતમા ચૂમી રહી હોય પ્રીતમના લલાટ પર,
થાય મૌસમની હલચલ તારા દિલ પર,
દુનિયાને ભૂલી ઝૂમી ઉઠું તારા સંગીત પર,
તુ દઈ દે અગર હાથ મારા હાથ પર,
ચાલી નીકળીએ આ દુનિયાના ફલક પર.