કૃષ્ણ
કૃષ્ણ

1 min

13.9K
આમ તો તને સંભારુ જ નહીં
તોયે શાને ના ભુલાય તું ?
સ્વપ્નિલ મારી આંખોમાં,
શાને બની હકીકત આવે તું ?
રિસાઇ છું હું તારાથી,
પછી શાને તને મનાવું હું?
એક સાદ પણ ના પાડું,
તો પછી શાને દોડ્યો આવે તું ?
પણ મારા શ્વાસોની લય તું,
તને કેમ કરી વિસરુ કાન્હા હું ?