STORYMIRROR

Amrish Shukla

Others Romance

3  

Amrish Shukla

Others Romance

એવુ થોડુ છે..

એવુ થોડુ છે..

1 min
25.6K


બધુ બધાને મળે એવુ થોડુ છે,

જીંદગી જીવવા મળે એ શુ થોડુ છે.


દિવસ ભર રાહ જોઈ છે તારી ખબર છે તને,

સાંજે તારા પાલવમાં ઢળવા મળે એ થોડુ છે !


જો નાખ નજર તો જોવા મળશે બધુ તને,

રોજ ગુલાબી હોય મોસમ એવુ થોડુ છે..


ખબર છે એટલેજ સાચવ્યા છે બધા,

કિસ્સા નકામા હોય બધા એવુ થોડુ છે !


નથી વણજાર લાંબી છતા છે તો ખરીજ,

હિસ્સા એ યાદોના જ હોય એવુ થોડુ છે !


વહે છે એજ તને ક્યાં જાણ છે આજે પણ,

એ હાજરી શ્વાસમાં છે તારી એવુ થોડુ છે.


Rate this content
Log in