થઇ ગયા..!!
થઇ ગયા..!!
આજ સાવ કેમ અચાનક થઇ ગયા..
સંભારણા જાણે ઝાંખા થઇ ગયા..!!
હતાં હાથ વેંત જે છેટા અબઘડી..
સગપણ એ હવે દુરનાં થઇ ગયા..!!
નથી ફળ્યા ઓવારણા લેવા કદી..
નમતા તા એ હવે સામે થઇ ગયા..!!
વેઠી અઢળક મુસીબતો જોવા જેને..
એજ વાયરા માં વંટોળ થઇ ગયા..!!
હામ ભીડી ને બચાવેલી ગણી પૂંજી..
સાચવ્યા એજ ખરતા પાન થઇ ગયા..!!
નથી ટપકતા હવે વરાળ બની ગયા..
નેવા આજ કેવો ભરમ થઇ ગયા..!!