Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Amrish Shukla

Others

3  

Amrish Shukla

Others

નથી હોતા

નથી હોતા

1 min
13.6K


ફાળીયા પહેરેલા બધા ડાઘું નથી હોતા,

સળગાવ્યા પછી કોઈ નવરા નથી હોતા !


હોય અગમ નીગમની વારતા ઘણી,

નીકળ્યા પછી એજ માનતા નથી હોતા !


કરી પંચાત હાથ જોડતા હોય બધા,

મોઢે લોકોના ગરણા બંધાતા નથી હોતા !


હોય સારા કે નરસા છે ખબર કોને ક્યાં,

ઉદાહરણ ખુદા ક્યાં મુકતા નથી હોતા !


બલીહારી છે કેવી સમાજની જુવો,

ગયેલા સાથે બધા પાછા ફરતા નથી હોતા !


છે આખરી પડાવ આજ બધાનો,

વાત આ યાદ કોઈ રાખતા નથી હોતા !


Rate this content
Log in