STORYMIRROR

Amrish Shukla

Drama Inspirational

3  

Amrish Shukla

Drama Inspirational

મે તરછોડી છે

મે તરછોડી છે

1 min
27.2K



નથી રાખી શરમ હવે મેં તરછોડી છે,

જીવું છું બસ હવે જેમ મારી મરજી છે..!!


છું વગડાઉ હવે ગમેત્યાં ફુટી નીકળીશ,

મારે ક્યાં ક્યારો કે પાણી ની જરુર છે..!!


લહેરાવું છે મસ્ત બની ગગન માં હવે,

ન વાય વાયરો તો મારે ક્યાં જરુર છે..!!


ચમકી ઉઠીશ જાતે લખી કિસ્મત મારી,

તારો બનવા આભની ક્યાં મારે જરુર છે..!!


બહું તાણ્યા છુટા મુક્યા છે ઘોડા મન ના..

હવે કોઇ લગામની મારે ક્યાં જરુર છે..!!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama