STORYMIRROR

Amrish Shukla

Thriller

3  

Amrish Shukla

Thriller

જવાબ ક્યાં હોય છે..

જવાબ ક્યાં હોય છે..

1 min
13.9K


આખર સુધી સવાલ તો સવાલ જ હોય છે..

હોય નઝર સામે છતાં જવાબ ક્યાં હોય છે..


પરોવાયા છે એટલે ટકી રહ્યાં છે મણકા બધા..

ન હોય દોરો તો બધા જ વેરવિખેર હોય છે..


હોય મિઠી ભલે ખુજલી તો ખુજલી જ હોય છે..

ને દર્દ બધાની દવા ક્યાં કોઈને મળતી હોય છે..


રાખી'તી ઉજળી જાત ક્યાં થવા દીધી મે'લી..

આવે જાત પર સચ્ચાઈ બધાને દેખાતી હોય છે..


મુલક આખાના તાર્યા હતા એના જ ડુબે કિનારે..

હોય સઘળા સ્વાર્થના તો જ આમ બનતું હોય છે..


છે કંકાસ કાળો વિચારી જાત સંકોરતા હોય છે..

માવતર એના જ કોઈ આશ્રમ માં રહેતા હોય છે..


Rate this content
Log in

Similar gujarati poem from Thriller