Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Badal Panchal

Classics Thriller

4  

Badal Panchal

Classics Thriller

વરસાદ - એક ત્યજાયેલું પાત્ર

વરસાદ - એક ત્યજાયેલું પાત્ર

1 min
155


વરસાદ એ પ્રેમનો સંદેશો ધરતીને,

વરસાદ એ પ્રેમનું નજરાણું ધરતીને,


છતાંયે ન સ્વીકાર્યો ધરતીએ, ન ધર્યો વાદળે,

ન રાખ્યો નદીએ, ન સંઘર્યો સાગરે,

ટીપું બનીને રહ્યું છીપમાંહે સરકીને ..........- વરસાદ 


ઠરીને બન્યું છે ઝાકળ, એક મધરાતે,

ચંદ્રની ચાંદનીમાં એ તો ઓજસો પાથરે,

સૂરજ ઉગ્યો ને નજર લાગી એની કીર્તિને ..........- વરસાદ 


તિરથની પરસાળમાં બેઠું એક ચાતક,

વિના વરસાદ એનું જીવન છે ઘાતક,

જીવ્યું છે એ ચાતકના મુખમાં સમરપીને.......- વરસાદ 


Rate this content
Log in