Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Tragedy Thriller

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Tragedy Thriller

ફિકર

ફિકર

1 min
294



મારી તરસની તમે ફિકર જ હવે છોડી દો,

તમે મૃગજળ ભરેલું પાત્ર લાવી નહિ શકો !


હાર સ્વીકારી છે, ફિકરની વાત જ ક્યાં રહી,

યુધ્ધમાં તમે મારી સાથે કદી ફાવી નહિ શકો !


દામન ખરડાયા પછી લાંછનની શું ફિકર?,

નવો ડાઘ તો તમે લગાવી જ નહીં શકો !


મુજ પર્ણો ને શાખાઓની ફિકર છોડો તમે,

મને જડમૂળથી કદીયે વાઢી નહીં શકો !


મારા શબ્દોની ફિકરમાં અટવાશો નહિ તમે,

મારી ગઝલને તમે પૂરી નહી જ કરી શકો !


વૈદ્ય ને હકીમોને એની જ ફિકર કરવા દો,

મારા દર્દનું નિદાન તમે કરી જ નહિ શકો !


"પરમ" પથનાં યાત્રીઓ ફિકર નથી કરતાં,

તમે મારી જેમ "પાગલ" જ નહીં થઇ શકો !



Rate this content
Log in