STORYMIRROR

kusum kundaria

Inspirational Thriller Tragedy

4  

kusum kundaria

Inspirational Thriller Tragedy

ખૂટી જવાના

ખૂટી જવાના

1 min
832


આખરે શ્વાસો બધાં ખૂટી જવાના.

સબંધ સઘળાં પછી છૂટી જવાના.!


સંગમ જીવ અને શિવ તણો થશે.

જગ સાથેના બંધન તૂટી જવાના.!


ખીલ્યા હશે કેટલાં કૂસુમો બાગમાં

એક-એક કરીને બધાં ચૂંટી જવાના.!


નામ એનો નાશ એ સત્ય સનાતન.

દર્પણ પણ અંતે તો ફૂટી જવાના.!


સાર્થક કરી લઈએ આ જન્મારાને,

નહીં તો પછી કરમ કૂટી જવાના.!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational