STORYMIRROR

Vishvesh Jhala (ઉમંગ)

Tragedy Thriller

4  

Vishvesh Jhala (ઉમંગ)

Tragedy Thriller

શું કહું

શું કહું

1 min
376

ખુશીની શોધમાં ભટકતા જીવનને શું કહું,

વસંતમાં તારાજ થયેલા એ વનને શું કહું !


તમારી તલાશમાં હવે ભૂલો પડ્યો છું હું,

શોધી ના શકે તમને એ લોચનને શું કહું !


કહેવું ઘણું છતાંય મૌનનો પહેરો છે હવે,

રાઝ ધરબીને બેસેલા મારાં મનને શું કહું !


જિંદગીમાં થોડા હાસ્યની પ્યાસ રહી છે,

સદાય મારો સાથ આપતા રુદનને શું કહું !


લાચાર બનીને રહેવું પડશે હવે તો 'ઉમંગ',

હું ઓશિયાળો બની ગયેલા વદનને શું કહું !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy