કરુણતાની ચરમસીમા
કરુણતાની ચરમસીમા
ન સુખ આપો પ્રભુ, અવિરત દુ:ખો ના કોઈને આપો,
કરુણ ચિત્કાર કરતા આંસુઓ ના કોઈને આપો,
અધૂરી રાખજો ઈશ્વર તમન્નાઓ જીવનભરની,
જીવન ટૂંકાવવાના કારણો ના કોઈને આપો,
બળે છે બાળપણ ખુલા પગે તપતી સડક ઉપર,
હવે ઠંડક ભરેલો છાંયડો ના કોઈને આપો,
ભલે ને દેહ નશ્વર હો, નથી દરકાર અમૃતની,
પરંતુ ઝેર કેરો ઘૂંટડો ના કોઈને આપો,
રહી મારા ભણી લાચાર નજરો આશ માંડીને,
રહ્યો ખાલી સદા એ ખોબલો, ના કોઈને આપો.
