પપ્પા તમે પાછા આવી જાવ ને!
પપ્પા તમે પાછા આવી જાવ ને!
પપ્પા ફરી ધરતી પર આવી જાવ ને
તમારી આંગળી પકડી ચાલવું મને
દુનિયાની ડગર કેવી કાંટાળી છે
તમારા ખભે બેસી દુનિયાના
મેળામાં મહાલવું મારે
પપ્પા ફરી આવી જાવ ને
પપ્પા તમારા જેવું ક્યાં છે કોઈ હૈયું હૂંફાળું
તમારા વગર જીવનમાં ક્યાં છે અજવાળું
મારા ભાગ્યને લાગી ગયું જાણે તાળું
તમારા વિના લાગે સાવ અંધારું
પપ્પા તમે આવી જાવ ને
ઠોકર લાગે તો કોને બોલાવું ?
ભૂલ પડે તો મારગ ચીંધવા કોને બોલાવું ?
તમારા સંગે અંધારે પણ હું ભાળું
પણ અહી તો તમારા વિના સાવ લાગે અંધારું
પપ્પા તમે આવી જાવ ને
પપ્પા તમારા વગર મારા ભીતરનો
ખૂણો સાવ ખાલી લાગે
ભર્યા ભર્યા જીવનમાં પણ ખાલીપો લાગે
પપ્પા તમે આવી જાવ ને
કઈ તકલીફ હોય તો હું બધાને કહેતી ફરતી
મારા પપ્પાને કહીશ થઈ જશે
પણ હવે હું કોને કહું ?
તમે તો ક્યાંય દેખાતા નથી
દુનિયાના મેળામાં હું ખોવાઈ ગઈ
મારી આંગળી તમારાથી છૂટી ગઈ
લાખોની ભીડમાં પણ એકલી થઈ ગઈ
તકલીફ જોઈ બેબાકળી થઈ ગઈ
પપ્પા તમે ફરી આવી જાવ ને
મારો હાથ ઝાલી ને
આ દુઃખનાં ડુંગર પાર કરાવી દો ને
પપ્પા તમે ફરી આવી જાવ ને
